ગુજરાતમાં હવામાનની આગાહી પર શું મોટો વિવાદ સર્જાયો?
કેમ આગાહીકાર અંબાલાલ પટેલ વિરુદ્ધ વિજ્ઞાન જાથા મેદાને ઉતરી?
શું અંબાલાલ પટેલ હવે હવામાનની આગાહી કરવાનું બંધ કરી દેશે?
ચાલો જાણીએ કે આ સમગ્ર મામલો છે શું?
મિત્રો વિજ્ઞાનનો પડકાર કે પરંપરાગત જ્ઞાનનો ભરોસો. આ એક એવો સવાલ જે આજે સમગ્ર ગુજરાતના ખેડૂતો અને સામાન્ય જનતાના મનમાં ઘૂમી ગયો છે. ગુજરાતની ધરતી પર જ્યારે પણ ચોમાસાની ઋતુ નજીક આવે છે અથવા તો શિયાળા અને ઉનાળામાં અણધારીયા હવામાનના પલટાની સ્થિતિ ઉભી થાય છે. ત્યારે ગુજરાતના મોટા ભાગના લોકો ખાસ કરીને ખેડૂતો. એક નામ તરફ આશા ભરી નજરે જોઈ છે અને તે નામ છે આગાહીકાર અંબાલાલ પટેલ. ટીવી ચેનલોથી લઈને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ સુધી અંબાલાલ પટેલની આગાહીઓ ધૂમ મચાવતી હોય છે. ખેડૂતો પોતાની વાવણીથી લઈને પાકની લણણી સુધીના નિર્ણયો ઘણીવાર આમની આગાહીના આધારે જ લેતા હોય છે.
પરંતુ તાજેતરમાં જ આ આખી પરંપરા અને ભરોસાની સામે એક બહુ મોટો વિવાદ ઊભો થઈ ગયો છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટ સ્થિત અંધશ્રદ્ધા નિર્મુન માટે કાર્યરત સંસ્થા વિજ્ઞાન જાતાના પ્રમુખ જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની સામે મોર્ચો માંડયો છે અને તેમને સરેઆમ હવામાનની આગાહી કરવાનું તાત્કાલિક ધોરણે બંધ કરી દેવા માટે આદેશાત્મક લહેજામાં કહ્યું છે. આ વિવાદ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનું નથી, પરંતુ તે આધુનિક વિજ્ઞાન, સરકારી સંસ્થાઓ અને વર્ષો જુના પરંપરાગત વરતારા તથા વ્યક્તિગત અનુભવ વચ્ચેનો એક બહુ મોટો ટકરાવ થઈ ગયો છે.
વિજ્ઞાનગાથાના જયંત પંડ્યાનો મુખ્ય આરોપ
વિજ્ઞાનગાથાના જયંત પંડ્યાનો મુખ્ય આરોપ એવો છે કે અંબાલાલ પટેલ કોઈપણ વૈજ્ઞાનિક પદ્ધતિ, સેટેલાઈટ ડેટા કે પછી આધુનિક ટેકનોલોજીના સાધનો વગર માત્ર મનની સ્ફૂરણા અને અટકડોના આધારે વાવાજોડા અને ભારે વરસાદની દરામણીઓ આગાહી કરે છે. આના કારણે નિર્દોષ ખેડૂતો ભારે ભ્રમમાં મકાઈ જાય છે અને ઘણી વખત તો ખોટા નિર્ણયો લઈને આર્થિક નુકસાની પણ બને છે. અને આવી વણ માંગી સલાહો આપીને લોકોના મનમાં ખોટો ભય ફેલાવવાનું કામ બંધ થવું જોઈએ, કારણ કે તેમની પાસે એવા કોઈ જ ચોક્કસ ડેટા નથી કે જે સાબિત કરે છે કે અંબાલાલ પટેલની મોટા ભાગની આગાહીઓ તથ્યહીન અને ખોટી સાબિત થઈ છે.
તમને તાજેતરમાં જ જૂનાગઢમાં એકઠા થયેલા 47 જેટલા પરંપરાગત આગાહીઓકારોને દાખલો આપતા જણાવ્યું કે આ તમામ લોકોએ વરસાદની જે તારીખો આપી હતી તે તદન ખોટી પડી છે અને આ તમામ પ્રવૃત્તિઓ માત્ર ને માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે થતી હોવાનો પણ આક્ષેપ તેમને કર્યો હતો.
અંબાલાલ પટેલની સફર
તો બીજી તરફ હવે આપણે વાત કરીએ અંબાલાલ પટેલની સફર અને આગાહીઓ પાછળનું જે પરંપરાગત રહસ્ય છે તે જાણવું પણ એટલું જ રસપર છે. તો આ ગંભીર આરોપોને અંબાલાલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં આ તમામ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા અને પોતાનો પક્ષ અત્યંત મજબૂતાઈથી રજૂ કર્યો હતો. અંબાલાલ પટેલે જણાવ્યું કે તેઓ માત્ર કોઈ મનની કે કોઈ કાલ્પનિક સુરણા કે પછી અંધારામાં તીર મારીને આગાહી નથી કરતા, પરંતુ તેની પાછળ તેમના દાયકાઓનો અનુભવ ઊંડો અધ્યયન રહે છે. તેઓ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધ અને ઉત્તર ગોળાર્ધમાં પ્રવર્તી હવામાનની વૈશ્વિક સ્થિતિ પર ઝીણવટ ભરી નજર રાખે છે. આફ્રિકાના જંગલોથી લઈને ચીન સુધીના વાતાવરણમાં થતા ફેરફારો, ભૂમિસાગરની હલચલ, પ્રશાંત મહાસાગરના પ્રવાહો અને અલનીનો કે લા નીનો જેવી ભૌગોલિક અસરોની તેઓ સતત અભ્યાસ કરતા રહે છે. અને આ તમામ આધુનિક વૈશ્વિક પરિબળોની સાથે સાથે તેઓ ભારતના પ્રાચીન વર્ષા વિજ્ઞાન અને જ્યોતિષ ગ્રંથોનું પણ આશરો લે છે. અંબાલાલના જણાવ્યા અનુસાર પ્રાચીન ગ્રંથોમાં વરસાદના ગર્ભ બંધાવાની પ્રક્રિયાનું અદભુત વર્ણન છે. આકાશમાં વરસાદનો ગર્ભ બંધાય ત્યારથી લઈને તે ચોમાસા તરીકે વરસે ત્યાં સુધીનો સમયગાળો અંદાજિત 195 દિવસમાં હોય છે અને તેઓ આ તમામ 195 દિવસો દરમિયાન પ્રકૃતિમાં થતા રોજબરોજના નાનામાં નાના ફેરફારોની કાયદેસર ડાયરીમાં નોંધ રાખે છે. વનસ્પતિના લક્ષણો, પશુ પક્ષીઓની ચેષ્ટાઓ, પવનની દિશા, આકાશના રંગોના અવલોકનને વૈજ્ઞાનિક ઢબે સરખાવીને જ તેઓ તારણ પર પહોંચે છે.
જાણો કેમ થયો વરસાદની આગાહીને લઈને વિવાદ? વિડીયો દ્વારા:- Click Here
વિજ્ઞાન જાથાને પડકાર ફેકતા વળતો સવાલ કર્યો
તેમને વિજ્ઞાન જાથાની પડકાર ફેકતા વળતો સવાલ કર્યું છે કે જો મારી આગળ તદદન ખોટી જ પડતી હોય તો પછી ગુજરાતનો આટલો મોટો ખેડૂત વર્ગ છેલ્લા ચાર દાયકાથી મારા પર આટલો અટૂટ વિશ્વાસ કેમ ઉકે છે? તેમને ભાવુક થઈને એમ પણ ઉમેર્યું કે હું કોઈ વ્યવસાય કે પછી આર્થિક લાભ માટે આ નથી કરી રહ્યો. હું તો ખેડૂતોના હિત માટે રાત દિવસ મહેનત કરું છું અને જે દિવસે ગુજરાતનો ખેડૂત પોતે આવીને મને કહેશે કે અંબાલાલ બાપા હવે તમારી આગાહીની અમની જરૂર હતી. તે જ ક્ષણે હું આ કામ કાયમ માટે બંધ કરી દઈશ. પરંતુ કોઈ સંસ્થાના દબાણથી હું પીછે નહી કરું. જો કે આ વિવાદને વધુ તાર્કિક રીતે સમજવા માટે અંબાલાલ પટેલના ભૂતકાળ અને તેમની સફર પર નજર નાખવી અનિવાર્ય છે.
તો અંગે કેટલાક એવા સામે આવી રહ્યા છે કે અંબાલાલ પટેલ કોઈ સામાન્ય આગાહીકાર નથી પરંતુ તેઓ આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી મેળવનાર એક કૃષિ સ્નાતક છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ સરકારી સેવામાં બીજ પ્રમાણના અધિકારી તરીકે લાંબો સમય સુધી ફરજ બજાવી ચૂક્યા છે. આ નોકરી દરમિયાન તેમનું મુખ્ય કામ ગુજરાતના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં જઈને બીરણોની ગુણવત્તા તપાસવાનું અને તેને સર્ટિફાઈડ કરવાનું હતું. આ પ્રવાસ દરમિયાન જ્યારે તેમને પણ ત્યોક કપાસ અને અન્ય પાકોનો નબળો વિકાસ જોતા ત્યારે ખેડૂતો તેનું કારણ પૂછતા અને ખેડૂતો હંમેશા ચિંતાતુંર ચહેરે એક જ જવાબ આપતા કે સાહેબ આ વખતે જો વરસાદે દગો દીધો છે સમયસર વરસાદ ન પડ્યો એટલે પાકી ગયો. અને ખેડૂતોની આ લાચારી અને કુદરત પરની નિર્ભરતા જોઈએ અંબાલાલ પટેલના મનમાં એક વિચાર જાગ્યો કે જો વરસાદ ક્યારે આવશે અને કેવો આવશે તેની આગોતરી સચોટ માહિતી ખેડૂતોને મળી જાય તો પછી તેઓ મોટા નુકસાનમાંથી બચી શકે છે. અને આ જ જિજ્ઞાસાએ તેમના મનમાં સંશોધનના બીજ રૂપયા હતા. તેમને નોકરીની સાથે સાથે નવસારી અને જૂનાગઢ જેવા વિસ્તારોની મુલાકાત વખતે પ્રાચીન વર્ષા વિદ્યા, જૈન સાહિત્ય, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષના દુર્લભ પુસ્તકો ખરીદીને વાંચવાનું શરૂ કર્યું હતું. અને વર્ષ 1980 માં તેમને સત્તાવાર રીતે પંચાંગ અને સ્થાનિક વાયુમંડળના આધારે વરસાદના વરતારા આપવાની શરૂઆત કરી હતી. સમય જતા જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો તેમ તેમને પરંપરાગત જ્ઞાનની સાથે સેટેલાઈટ ઇમેજીસ અને વૈશ્વિક હવામાનના નકશાઓ જોવાનું પણ શીખી લીધું હતું. છેલ્લા બે ત્રણ વર્ષમાં સોશિયલ મીડિયા અને પ્રાદેશિક ન્યુઝ ચેનલોના આક્રમક યુગમાં તેમની લોકપ્રિયતા આખા ગુજરાતમાં સર્વોચ્ચ શિખરે પહોંચી ગઈ છે. અને આના કારણે તેઓ આજે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે.
તો બીજી તરફ અંબાલાલ પટેલની સામે શિંગડા ભરાવનાર વિજ્ઞાન જાખાના પ્રમુખ જયંત પંડ્યા પણ કોઈ નાનું સૂનું નામ નથી. અહેવાલો અનુસાર તેઓ છેલ્લા 30 વર્ષ કરતા વધુ સમયથી ગુજરાતના ખૂણે ખૂણે અંધશ્રદ્ધા, વહેમ, ભુવાઓ, તાંત્રિકો, નકલી મોલવીઓ, અને ચમત્કારોના નામે ભોડી જનતાને છેતરવાના જે તત્વો છે તેમની સામે એક સડકતી મશાલ લઈને લડી રહ્યા છે. જયંત પંડ્યા હંમેશા પોતાના કાર્યક્રમોની શરૂઆતમાં સ્પષ્ટતા કરે છે કે તેમની સંસ્થા કોઈપણ ધર્મ, શાસ્ત્ર ઈશ્વર કે અલ્લાહની વિરોધી નથી, પરંતુ ધર્મના નામે કે લોકોની આસ્થાને દુરુપયોગ કરીને જે લોકો પોતાની દુકાનો ચલાવે છે તેમની સામે વિજ્ઞાન જાથાનો સખત વિરોધ છે. ગુજરાતમાં તાજેતરમાં ભારે ચર્ચાસ્પદ બનેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારો અને તેમના કથિત ચમત્કારોની જાહેરમાં પડકાર ફેંકનાર અને તેમની સામે પુરાવા માંગનાર બહુ જ જુજ લોકોમાં જયંત પંડ્યા મોખરે હતા. આ અંધશ્રદ્ધા વિરોધી અભિયાન ચલાવવા બદલ તેમના પર ભૂતકાળમાં પણ ઘણા બધા જીવ લેણ હુમલા થયા હતા અને અગણિત ધમકીઓ પણ મળી હતી. તેમ છતાં પણ તેઓ પોતાની ટીમ સાથે સતત ગામડાઓની શાળાઓ અને કોલેજોમાં જઈને વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના પ્રયોગો બતાવે છે.
તેમની દલીલ છે કે હવામાન એ સંપૂર્ણપણે ભૌતિક વિજ્ઞાન અને પૃથ્વીના વાતાવરણની ગતિવિધિઓ પર આધારિત વિષય છે. તેનું કોઈ પંચાંગ કે પ્રાચીન શ્લોકોના આધારે ચોક્કસ તારીખોમાં બાંધી શકાય અને આવીએ બિનવૈજ્ઞાનિક આગાહીઓથી ખેડૂતો ક્યારેક ભરેલી વાવણી કરી નાખે છે તો ક્યારેક પાક લડવાનું ટાળી દે છે. અને આનાથી કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. અને આ જ કારણ છે કે તેઓ અંબાલાલ પટેલ જેવા બિનસત્તાવાર આગાહીકારોના સખત વિરોધી બન્યા છે.
આ સમગ્ર વિવાદની વચ્ચે સામાન્ય નાગરિકો અને ખેડૂતોએ કોના પર ભરોસો કરવો તે પ્રશ્નના જવાબ રૂપે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીના ગુજરાત એકમના વડા અશોક કુમાર દાસે બહુ મહત્વની અને તટસ્થ કાનૂની તેમજ વૈજ્ઞાનિક વિગતો રજૂ કરી છે. સમાચાર સામે આવી રહ્યા છે કે તમને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હવામાન એ અત્યંત પરિવર્તનશીલ અને જટિલ પ્રક્રિયા છે. જેને અબજો રૂપિયાના સુપર કમ્પ્યુટર્સ રડાર સિસ્ટમ સ્પેસ સેટેલાઈટસ અને દેશ વિદેશના સેકડો વૈજ્ઞાનિકોના અધ્યતન ડેટા મોડ્યુલ દ્વારા જ સમજી શકાય છે. તેથી જ જનતાને માત્ર ને માત્ર સત્તાવાર સરકારી હવામાન વિભાગની આગળ ઉપર જ વિશ્વાસ મૂકવો જોઈએ.
મોસમ એપ લોન્ચ કરવામાં આવી
સરકાર દ્વારા સામાન્ય લોકો માટે મોસમ એપ લોન્ચ કરવામાં આવી છે જે ક્ષણે ક્ષણેની સચોટ માહિતી આપે છે. આના ઉપરાંત ખાસ કરીને ખેડૂત ભાઈઓ માટે મેઘદૂત એપ બનાવવામાં આવી છે. જે ઓટોમેટિકલી લોકેશન ટ્રેક કરીને આગામી પાંચ દિવસની વાતાવરણની સ્થિતિ તાપમાન હીટ વેવ, કોલ્ડ વેવ અને વાવાજોડાની રિયલ ટાઈમ અપડેટ ખેડૂતોની પોતાની માતૃભાષા ગુજરાતી સહિત અનેક ભાષાઓમાં પૂરી પાડે છે.
અશોક કુમાર દાસે સોશિયલ મીડિયા પર ચાલતા હાઈપ અને સસ્પેન્સ ઊભું કરતી ખાનગી આગાહીઓથી દૂર રહેવા માટે પણ કડક સલાહ આપી છે. તેમને ઉમેર્યું છે કે ટીવી ચેનલો અને YouTube વિડીયોમાં ઘણીવાર વ્યુઝ મેળવવા માટે સામાન્ય વરસાદને પણ મહા વાવાજોડા તરીકે રજૂ કરવામાં આવે છે. જેનાથી બજાર વ્યવસાય અને ખેતી કામ ખોરવાઈ જાય છે. લોકોએ કોઈપણ બિનસત્તાવાર માહિતી સાંભળીને ઘભરાવવાના બદલે સરકારી વેબસાઈટ પર જઈને તથ્યો તપાસવા જોઈએ અને આમ આ વિવાદ અત્યારે ચરમ સીમાએ પહોંચી ગયો છે. જ્યાં એક તરફ દાયકાઓથી લોકોના હૃદયમાં સ્થાન પામેલા અંબાલાલ પટેલું પરંપરાગત અને અનુભવ આધારિત અધ્યાર છે ત્યાં જ બીજી તરફ અંધશ્રદ્ધા અને બિનવૈજ્ઞાનિક બાબતો સામે લડતું વિજ્ઞાન જાથાનું આંદોલન છે અને આ બંનેની વચ્ચે સરકારી તંત્ર કાયદા અને આધુનિક ટેકનોલોજીનો પક્ષ લઈ ઊભું છે.
હવે જોવાનું એ રહેશે કે આ વાત આગામી દિવસોમાં શું વળાંક લે છે અને ગુજરાતના ખેડૂતો આ પડતું કે પક્ષોમાંથી કોની વાતને વધુ સ્વીકારે છે પરંતુ હવે આ વિષય પર તમારું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવો

0 Comments