WhatsApp Group Join Now
Telegram Group Join Now

મિત્રો કલ્પના કરો કે ભાવનગરથી ભરૂચ જવા માટે આજે જ્યાં 7 થી 8 કલાક લાગે છે ત્યાં હવે માત્ર 45 મિનિટમાં પહોંચી શકાશે. ખંભાતના અખાત પર 30 કિલોમીટર લાંબો દરિયાઈ પુલ બનવા જઈ રહ્યો છે જે દેશનો સૌથી લાંબો સી બ્રિજ બની શકે છે. આ પ્રોજેક્ટ ગુજરાતના નકશાને જ નહીં પરંતુ સમગ્ર ભારતના વેપાર અને પરિવહનને બદલવાની ક્ષમતા ધરાવે છે.
ભાવનગર થી ભરૂચ બ્રિજ પ્રોજેક્ટ, ગુજરાતમાં બનવા જઈ રહ્યો છે ભારતનો સૌથી મોટો પુલ

ચાલો જાણીએ આ મેગા પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી

ગુજરાત માટે એક ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. ખંભાતના અખાત પર બનનારા દેશના સૌથી લાંબા બ્રિજ માટે હવે ડીપીઆર એટલે કે ડીટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ભાવનગર અને ભરૂચ વચ્ચેનું અંતર, મુસાફરીનો સમય અને વેપાર ઉદ્યોગની તકોમાં મોટો ફેરફાર જોવા મળશે. 

ડીપીઆર તૈયાર કરવાની જવાબદારી કોને મળી?

સમાચાર અનુસાર કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એટલે કે મોર્થ દ્વારા ડીપીઆર તૈયાર કરવાની જવાબદારી અમેરિકાની અને રશિયાની કંપનીઓના કન્સોર્શિયમને સોંપવામાં આવી છે. આ કન્સોર્શિયમમાં મુખ્યત્વે રોડિક કન્સલ્ટન્ટસ, મોસ્ટ ઇન્ડિયા, ટેકનો કન્સલ્ટ જેવી કંપનીઓ સામેલ છે. આ કંપનીઓ આગામી 24 મહિનામાં સંપૂર્ણ ડીપીઆર તૈયાર કરશે.

કેટલો લાંબો હશે આ પુલ?

આ પ્રોજેક્ટ હેઠળ ખંભાતના અખાત પર 30 કિલોમીટર લાંબો દરિયાઈ પુલ બનશે. સમગ્ર એક્સપ્રેસવેની લંબાઈ 316 કિલોમીટર રહેશે. આ રૂટ અમદાવાદ, ધોલેરા, ભાવનગર અને ભરૂચને જોડશે. ખાસ વાત એ છે કે માત્ર દરિયાઈ પુલ જ 30 કિલોમીટર લાંબો હશે જે ભારતનો સૌથી લાંબો સી બ્રિજ બની શકે છે.

અંતરમાં કેટલો ઘટાડો થશે?

હાલમાં ભાવનગરથી ભરૂચ વચ્ચેનું અંતર અંદાજે 357 km છે. પરંતુ આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અંતર માત્ર 114 km રહેશે. એટલે કે લગભગ 243 km નો ઘટાડો થશે. આટલો મોટો ફેરફાર ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર જોવા મળશે.

મુસાફરીનો સમય કેટલો બચશે?

હાલમાં ભાવનગરથી ભરૂચ પહોંચવા માટે 7 થીઆઠ કલાક લાગે છે પરંતુ પુલ અને એક્સપ્રેસવે બન્યા પછી મુસાફરી માત્ર 45 મિનિટથી એક કલાકમાં પૂર્ણ થઈ શકશે. એટલે કે લગભગ આખો દિવસ બચી જશે.

વેપાર અને ઉદ્યોગને શું ફાયદો થશે?

ખંભાતનો અખાત ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ ઔદ્યોગિક વિસ્તારોને જોડે છે. આ પુલ બનવાથી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનને સીધો લાભ મળશે. ભાવનગર, દહેજ અને ભરૂચ જેવા બંદરો વચ્ચે ઝડપી કનેક્ટિવિટી મળશે. ટ્રાન્સપોર્ટ ખર્ચમાં ઘટાડો થશે નવા ઉદ્યોગો અને રોકાણ આવશે. લાખો લોકોને રોજગારીની નવી તકો મળશે.

એશિયાનો સૌથી મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ

નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ એશિયાના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસમાં શામેલ થઈ શકે છે. કારણ કે 30 km દરિયાઈ પુલ 316 km એક્સપ્રેસવે, અનેક ઇન્ટરચેન્જ, આધુનિક પરિવહન સુવિધાઓ એકસાથે વિકસાવવામાં આવશે.

ગુજરાતને શું ફાયદો?

આ પ્રોજેક્ટ પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર ઘટશે. પ્રવાસન ક્ષેત્રને મોટો લાભ મળશે. વેપાર અને લોજિસ્ટિક્સ વધુ ઝડપી બનશે. બંદરો વચ્ચે માલ સામાનનું પરિવહન સરળ બનશે રાજ્યના જીડીપીમાં વધારો થવાની સંભાવના છે.

હાલમાં પ્રોજેક્ટ કયા તબક્કે છે?

હાલમાં ડીપીઆર તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. નિષ્ણાત કંપનીઓ ટેકનિકલ અને પર્યાવરણીય અભ્યાસ કરશે. જમીન દરિયાઈ પરિસ્થિતિ અને ટ્રાફિકનો અભ્યાસ થશે ત્યારબાદ અંતિમ ડિઝાઇન તૈયાર થશે ડીપીઆર પૂર્ણ થયા પછી જ પ્રોજેક્ટના બાંધકામની પ્રક્રિયા શરૂ થશે.

મિત્રો ખંભાતના અખાત પર બનનારો આ 30 કિલોમીટર લાંબો દરિયાઈ પુલ માત્ર ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

તમને શું લાગે છે? આ પ્રોજેક્ટ ગુજરાતના વિકાસમાં કેટલો મોટો ફાળો આપશે? કમેન્ટમાં જરૂર જણાવજો.

Post a Comment

Previous Post Next Post
WhatsApp Group Join Now
Telegram Group Join Now