Ticker

10/recent/ticker-posts

Ad Code

Join Now

તમારા મોબાઈલ પર ખુબ ઉપયોગી અપડેટ્સ અને જાણકારી મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારી વૉટ્સઅપ ચેનલમાં જોડાવ.                                                                       Join Whatsapp Channel

Heavy rains predicts by weather expert Ambalal Patel

 ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કઈ તારીખોએ ભારે ગાજવેત સાથે વરસાદ પડવાની સંભાવના છે? ચોમાસાની હાલની સ્થિતિ શું છે? વાવણી લાયક વરસાદ ક્યારથી આખા ગુજરાતને ભીંજવી દેશે? 

ચાલો જાણીએ કે આ વિષય પર હવામાન વિભાગે શું આગાહી કરી છે?

મિત્રો જ્યારે આકાશમાંથી સૂર્યનારાયણ દેવ અગન ગોળા વરસાવી રહ્યા હોય અને સમગ્ર વાતાવરણ અસહ્ય બફારા તેમજ અકડાવનારી ગરમીથી ઘેરાઈ ગયું હોય ત્યારે આપણું મન કાગડોળે જેની રાહ જોવે છે તેવા અમૃત વર્ષા સમાન ચોમાસાના આગમનની હવે જે ક્ષણો છે તે ખૂબ જ નજીક આવી ગઈ છે. હવામાન વિભાગના તાજેતરના બુલેટીન અને પૃથ્વીના વાતાવરણમાં થઈ રહેલા હલચલના આધારે એવા સ્પષ્ટ એંધાણ મળી આવ્યા છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ પોતાની નિર્ધારિત ગતિ કરતા વહેલું બેસી શકે છે અને જેની શરૂઆતના રૂપે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ પોતાની પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે ધમાકેદાર હાજરી નોંધાવવાનું પણ શરૂ કરી દેશે. આ કોઈ પણ સામને વરસાદની આગાહી નથી પરંતુ આ એક એવી વૈજ્ઞાનિક અને ભૌગોલિક ઘટનાની શરૂઆત છે કે જે આગામી સમયમાં કરોડો ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવી શકે છે અને સુકાઈ ગયેલી ધરતીને ફરી એકવાર ભીંજવી દે છે. 

વાતાવરણના આ બદલાવ પાછળના કારણો, કયા કયા જિલ્લાઓમાં કઈ તારીખોએ ભારે ગાજબીજની સાથે વરસાદ પડવાની સંભાવના છે? તેમજ આપણું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને અરબી સમુદ્રમાં ચોમાસાની હાલની સ્થિતિ શું છે? તેમજ વાવણી લાયક વરસાદ ક્યારથી આખા ગુજરાતની ભીજ છે તેની અગત્ય રસપ્રદ અને ઊંડી માહિતી મેળવીશું. 
ગુજરાતમાં આ તારીખથી થશે જોરદાર વરસાદ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

જેમાં સૌપ્રથમ તો તમને એ જણાવી દઈએ કે હાલના દિવસોમાં તમે અનુભવી રહ્યા હશો કે તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે. શરીરમાંથી પરસેવો સુકાવવાનું નામ નથી લેતો અને અસહ્ય ઉકળાટના કારણે રાત્રે પણ ચેનથી ઊંઘ નથી આવતી. આ બફારા પાછળનું મુખ્ય કારણ એ છે કે અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનો હવે ગુજરાતના જમીની ભાગો પર મોટા પ્રમાણમાં આક્રમણ કરી રહ્યા છે. અને જ્યારે પણ પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ભેજવાળા પવનો જમીન પરના ગરમ વાતાવરણની સાથે અથડાય છે ત્યારે હવામાં હ્યુમિડીટી એટલે કે ભેજનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે અને આ જ ભેજ જ્યારે વાદળો બાંધવાની પ્રક્રિયામાં મદદ કરે છે ત્યારે તેને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહીએ છીએ. 

ગુજરાતના કેટલાક ભાગોમાં બપોર પછી અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો કીરી આવે છે, જોરદાર પવન ફૂકાય છે અને ગાજવીજની સાથે વરસાદ તૂટી પડે છે. જે આ વાતની સાબિતી છે કે ચોમાસાની સિસ્ટમ હવે ગુજરાતના દરવાજે દસ્તક દઈ રહી છે. 

જો કે હવે મીડિયામાંથી કેટલાક એવા એવા સામે આવી રહ્યા છે કે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસો ગત ચોથી જૂને ભારતના મુખ્ય ભૂભાગ કેરળમાં સત્તાવાર રીતે પ્રવેશી ચૂક્યું હતું, અને ત્યાંથી અત્યંત ઝડપી ગતિએ આગળ વધીને હવે મહારાષ્ટ્રના મુંબઈ અને રત્નાગિરી સુધી પણ પહોંચી ગયું છે.

ચોમાસાની આ ગતિ સામાન્ય વર્ષો કરતાં ઘણી વહેલી અને મજબૂત માનવામાં આવી રહી છે. આના કારણે ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન તેનું નિયમિત તારીખ 15 જૂન કરતાં વહેલું થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ વર્તાઈ રહી છે. 

એવા પણ અહેવાલો છે કે હવામાન વિભાગના તાજેતરના બુલેટીન અનુસાર 8 જૂન થી 9 જૂન અને 10 જૂન દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સરહદી અને પહાડ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસવાના મોળમાં આવી ગયા છે. 

વિગતવાર જો આપણે વાત કરીએ તો આજે એટલે કે 11 જૂનના રોજ ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારોમાં આકાશમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારો દરિયા કિનારે અને પશ્ચિમ ઘાટની પર્વતમાળાઓની નજીક હોવાથી ત્યાં ભેજનું પ્રમાણ સૌથી પહેલા ઘનીભૂત થાય છે અને ત્યારબાદ 12 જૂનના રોજ પણ આ જ સિસ્ટમ સક્રિય રહેવાની છે એટલે કે ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં ગાજવીજની સાથે વરસાદી છાપટા ચાલુ રહેશે. ત્યારબાદ 13 જૂનની આગાહી પર જો આપણે નજર કરીએ તો આ ચારે જિલ્લાઓ એટલે કે ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદનું જોડ યથાવત રહેવાનું છે. જો કે ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છના મોટા ભાગના જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે અને ત્યાના લોકોને હજુ પણ થોડા દિવસો સુધી ગરમી અને અસહ્ય બફારાનો સામનો કરવો પડશે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં થઈ રહેલો આ વરસાદ એ સંકેત છે કે ચોમાસાની ધરી હવે ઉત્તર તરફ સરખી રહી છે અને તે ખૂબ જ ટૂંક સમયમાં બાકીના ગુજરાતને પણ પોતાની લપેટમાં લઈ લે છે.

હવામાન વિશે વધુ માહિતી માટે:- Click Here

ચોમાસું કેટલું પણ શક્તિશાળી હશે?

મહત્વનું છે કે કોઈપણ ચોમાસું કેટલું પણ શક્તિશાળી હશે તેનો આધાર સમુદ્રની હલચલ પર જ રહેલો હોય છે. આ વર્ષે અકલ્પનીય રીતે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને બાજુએ એકસાથે ચોમાસાને આગળ ધપાવનારી સિસ્ટમ સક્રિય થઈ છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે હવામાન વૈજ્ઞાનિકોના મતે દક્ષિણ પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે આગામી બે થી ત્રણ દિવસમાં મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના વધુ ભાગોમાં સાનુકૂળ વાતાવરણ તૈયાર થઈ ગયું છે. આના સિવાય દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, પશ્ચિમ મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો તેમજ ભારતના ઉત્તર પૂર્વના રાજ્યો જેવા કે અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં પણ ચોમાસુ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. 

હાલ ચોમાસાએ ગોવાના તમામ વિસ્તારોને કવર કરી લીધા છે. તેમજ પૂર્વતરની બ્રાંચ પૂર્વતરના રાજ્ય સુધી પહોંચી ગઈ છે એટલે કે બંગાળની ખાડીના ભ્રાંચ પરથી આગળ વધી રહી છે. એવા પણ એવા છે કે આંતરરાષ્ટ્રીય મોડલોમાં ગુજરાતમાં 17 અને 18 જૂન પહેલા વધુ વરસાદ પડવાની શક્યતા નથી દર્શાવાય, 20 અને 22 તારીખ પહેલા આપણા ત્યાં વધુ વરસાદ થાય અને વાવણી થઈ જાય તેવી શક્યતા આ મોડલો નથી દર્શાવી રહ્યા પરંતુ હવામાન વિભાગના મોડલો એવી શક્યતા દર્શાવી રહ્યા છે કે ગુજરાતની આસપાસ 12, 13 અને 14 તારીખની આસપાસ એક સિસ્ટમ બનવાની છે અને આ સિસ્ટમ આગળ વધીશે અને 18 અને 19 તારીખની આસપાસ ગુજરાતના ના બધા જ વિસ્તારોમાં વધારે વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે તેથી ભારે વરસાદ થશે અને આપણા ત્યાં ચોમાસુ પહોંચી જશે. 

હાલ બે પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે પરંતુ આવનારા દિવસોમાં ખરેખર શું થશે?

ખરેખર ચોમાસુ વહેલું આવશે કે નહીં તે જોવાનું રહેશે. તો બીજી તરફ ચોમાસાના વહેલા એંધણ સાંભળીને ગુજરાતના જગતનું તાત એટલે કે ખેડૂત પુત્ર અત્યંત ખુશખુશાલ થઈ રહ્યા છે. પોતાના ખેતરોને ખેળીને વાવણી માટેની તૈયારી કરી રહ્યા છે પરંતુ અહીંયા ખેડૂતો માટે એક મહત્વની વૈજ્ઞાનિક સલાહ પણ છે. કે પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે પડતા શરૂઆતના છૂટા છવાયા વરસાદમાં ઉતાવડે વાવણી ન કરવી જોઈએ. એવી ખબરો છે કે કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતોના મતે જ્યાં સુધી જમીનમાં 2 થીત ઇંચ જેટલો સળંગ વરસાદ ન પડે અને જમીન બરાબર ઠરી ન જાય ત્યાં સુધી વાવણી કરવાથી બિયારણ બળી જવાનું અથવા તો ફેલ જવાનું જોખમ રહે છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો જ્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે તેઓ જમીનની ભેજ સંગ્રહ શક્તિ જોઈને નિર્ણય લઈ શકે છે. પરંતુ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોએ હજુ પણ સત્તાવાર ચોમાસાની અને વાવણી લાયક વરસાદની રાહ જોવી પડશે. સામાન્ય રીતે જ્યારે ચોમાસુ આખા રાજ્યમાં સ્થિર થાય છે અને નિયમિત પશ્ચિમી પવનો શરૂ થાય છે. ત્યારે જ વાવણીનું ઉત્તમ મુહૂરત ગણાય છે. અને આ વર્ષે કપાસ, મગફળ, સોયાબીન અને ડાંગર જેવા પાકોનું રેકોર્ડ બ્રેક વાવેતર થવાની સંભાવના છે. કારણ કે વહેલો વરસાદ પાકના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારીક સાબિત થશે. 

પ્રી મોન્સુન એક્ટિવિટી

જો કે પ્રી મોન્સુન એક્ટિવિટી અને ચોમાસાની શરૂઆતમાં આકાશમાં વીજળીના કડાકા ભડાકા થવા એ પણ સામાન્ય પ્રક્રિયા છે પરંતુ તે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યું છે. અસહ્ય ગરમી અને બફારાના દિવસો હવે ગણતરીના બાકી રહી ગયા છે અને મેઘરાજા પોતાની આખી ફોજની સાથે ગુજરાતની ધરતીને ભીંજવવા માટે તત્પર બન્યા છે. દક્ષિણ ગુજરાતથી શરૂ થયેલી આ વરસાદી ઇનિંગ ખૂબ જ ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતને સરોબાર કરી દે છે. આપણે સૌ કુદરતના આ અદભુત ચક્રને આવકારીને સાવચેતી રાખીએ અને આ વર્ષ ચોમાસું દરેક નાગરિક અને ખેડૂતો માટે મંગલમય અને સમૃદ્ધિ લાવનારું નીવડે તેવી આશા રાખીએ છે.

Post a Comment

0 Comments